કીટલીથી કેફે સુધીઆનંદ(13) “એલા મેક્સીકો વાળા એય નય વીચાયરુ હોય કે પીઝા ખાઇને ચા પીવાય કે નય...” એક હાથમા હેલ્મેટ પકડીને પગથીયા ચઢતા દેવાંગ બોલ્યો.“પણ આપડે વીચાયરુ ને તો બસ...” હુ મારા પરાક્રમનુ ગર્વ લેતો હોય એમ બોલ્યો.“તારુ તો લેવલ જ અલગ છે ભાઇ...તુ કયા ઇ બધાયની ગણતરી મા આવ એમ છો...મોરબી સ્ટેટના માલીક...” મને કાઇ પણ બોલવાનો ટાઇમ ન મળે એટલી ઝડપથી બોલી ગયો.“હા ભાઇ એમા તો કાઇ કેવા જેવુ જ નો હોય ને...” અમે બેય કારણ વગરની અને કામ વગરની વાતો કર્યે જતા હતા.લીફ્ટ બંધ હતી એનો થોડો તો ફાયદો થયો. અમે ચાલવા માટે પગનો થોડો ઉપયોગ કર્યો. ત્રીજા