વિદેશી વાયરા... - 2

  • 3.1k
  • 1.1k

નીલે નીરવ સાથે એક બે વાર વાત કરી હતી. અવારનવાર આ સમય દરમ્યાન મમ્મી પપ્પા સાથે વાત થતી ત્યારે અહીની પરિસ્થિતિનો અંદાજ તો તેને આપી જ દેવાયો હતો. એટલે એણે ટીકીટ મોકલી જ દીધી. આખરે અહીંથી તો છુટ્યા તેમ માની સ્મિતાબેન અને મનોજભાઈ નીલને ત્યાં જવાની ફલાઈટ પકડી. ચાર કલાકનો રસ્તો હતો વાનકુવર બહુ સુંદર શહેર છે. એમ તો આખો કેનેડા સુંદર દેશ છે... ભારતીયો ની અહી બહુ વસ્તી નથી તોય ઠીક ઠીક છે. સ્મિતાબેન અને મનોજ્ભlઈ ને ખબર નહી કે વાવાઝોડું અહી પણ તેમની જ રાહ જોઈ રહ્યું છે. કદાચ સરિતા અને સંગીતા એ એકબીજા સાથે