પ્રેમ પૂર્ણિમા

  • 1.9k
  • 611

કાલે રાતે એક સપનું એક નવું સપનું આપીને ગયું. ખબર નહીં કેમ સવારે આંખ ખુલતા જ આંખોમાં ભીનાશ તો હતી જ પરંતુ સાથે હોઠ પર થોડી મુસ્કાન અને મનમાં થોડી નિરાંત અનુભવાઈ. એ આંખ સામે સર્જાયેલું દ્રશ્ય, ખબર નહીં આટલા મહિનાઓની ઝંખનાઓથી પલ્લવીત થયું હોઇ કે પછી કુદરતનો કોઈ શુભ સંદેશ હોઈ , એ જે પણ હોઈ… મારા ઊંઘેલા ઘણા વિચારોને ગતિમાન કરતું ગયું. લાગણીઓના આવેશમાં માણસ સતત બંધાયેલો હોઈ છે , આ લાગણીઓ માણસ ને ક્યારેય વિચાર્યું પણ ના હોઈ એવું કરવા મજબૂર કરતી હોય છે. પ્રેમ એક એવો શબ્દ છે જેનો વિસ્તાર ખૂબ જ વીશાળ છે અથવા તો એમ