પ્રેત યોનીની પ્રીત... પ્રકરણ-11 હવનયજ્ઞનો અગ્નિ ભડભડ સળગી રહ્યો છે. આવેલાં શ્રધ્ધાળુ પૂરી શ્રધ્ધાથી શાંતચિત્તે છતાં ધડકતાં હૃદયે વિધી જોઇ રહ્યાં છે. મનસા અને માનસ ગત જન્મની સ્મૃતિમાં ઉતરી ગયાં છે. વારે વારે ચહેરાનાં હાવભાવ બદલાય છે ક્યારેક આનંદ તો ક્યારેક દુઃખ છવાય છે. અને અચાનક ઘડામ કરતો અવાજ થાય છે. બધાંની નજર શ્રધાળુઓનોં ટોળામાં બેઠેલો એક માણસ અર્ધ બેહોશીની હાલતમાં ધડામ કરતો પટકાય છે. બધાં આશ્ચર્યથી એનાં તરફ જોઇ રહ્યાં છે. બાબા અઘોરનાથની નજર સહસા એનાં તરફ વળે છે અને ભૃકુટી ઉંચી થાય છે એમણે ઊંચા સ્વરે કહ્યું "એને અહીં લઇ આવો આ ચાલુ વિધીમાં કેમ વિધ્ન કરે છે ?