ભૂલ. - 21

  • 2.1k
  • 3
  • 799

[ આગળના પાર્ટમાં ક્રિશ બધાને બચાવે છે. હર્ષ તેના પર ભભૂત નાખી મારી નાખે છે. અચાનક ડાયન આવે છે જે બધાને ચક્રમાં પુરી દે છે. નિરવની વિનંતીથી બધાને એક એક પ્રશ્ન પૂછવાનું કહે છે. ]"તમે અમને મારવા શા માટે માંગો છો ?" નિરવે પૂછ્યું. " હું મારવા ન'તી માંગતી પણ પેલી સ્ત્રી તમને મારવા માંગતી હતી. એને તમારી સાથે વેર હતું. " ડાયન બોલી. " શેનું વેર ? " નિરવે પૂછ્યું. " તારો વારો પૂરો બીજું કો'ક પૂછે તો જવાબ દવ. " ડાયન બોલી. " મારો સવાલ છે. " બ્રિસા બોલી. " તમે બધા એકવખત કેમ્પ માટે આવ્યા હતા. બંનેના કેમ્પ