ભૂલ. - 14

  • 2.5k
  • 1
  • 1k

[ આગળના પાર્ટમાં કવિતા અને બ્રિસા હવામાં ઉડવા લાગ્યા. બધા જમીનમાં ફસાવા લાગ્યા. દલદલ ફેલાતું હોય તેવું લાગ્યું. ]" કિશન તું તો કંઈક કર. " નિલ બોલ્યો. કિશને આસપાસ તપાસ કરી. એક વડલાની વડવાઈ દેખાઈ. તે લઈ તેને એક ઝાડ સાથે બાંધી દીધી અને તેને કુશ પર ફેંકી. કિશન દૂર ચાલ્યો ગયો. કુશે તેને પકડી અને ખેંચવા લાગ્યો. તે થોડો જ બહાર આવ્યો હતો ત્યાં બાંધેલ ઝાડ પણ નીચે આવવા લાગ્યું. " નઇ નઇ નઇ નઇ. " કુશ રાડો પાડવા લાગ્યો. કુશે પોતાનો પૂરતો પ્રયત્ન ચાલુ રાખ્યો. કુશ બળ કરીને ગોઠણ સુધી બહાર આવી ગયો. અચાનક તે ઝાડની ડાળી નજીક