પ્રીતિ શૌર્ય ના રૂમમાં પહોંચી, શૌર્ય તેના દાદાજી સાથે વ્યસ્ત છે એમ સમજીને તે અહીં આવી, તેને વિશ્વાસ હતો કે અહીં કંઈક તો એવું હશે જે શૌર્ય ની હકીકત સાબિત કરશે. તેણે ધીમે ધીમે બધે શોધવાનું ચાલુ કર્યું, તે ધીમે ધીમે બધું ફંફોળી રહી હતી, પણ જે વસ્તુ ઉઠવતી તેને એજ જગ્યા પર પાછી એજ હાલત માં મૂકતી, જેથી કોઈ જુએ તો ખબર ન પડે કે અહીં કોઈ આવ્યું છે. તેણે આખો રૂમ જોઈ લીધો પણ કંઈ ન મળ્યું હવે ખાલી શૌર્ય નો કબાટ જ બાકી હતો. પ્રીતિ એ કબાટ ખોલ્યો, તેણે અંદર બધું જોયું પણ કંઈ ન મળ્યું, અચાનક તેની