KING - POWER OF EMPIRE - 9 (S-2)

(111)
  • 4.5k
  • 8
  • 2.5k

સવાર પડી ગઈ હતી, પોલીસ હજી પણ ઈન્ડસ્ટ્રીયલ એરીયા ની તપાસ કરી રહી હતી. પોલીસ કમિશ્નર પર હવે પ્રેશર આવી રહ્યું હતું, આટલી મોટી દુર્ઘટના પછી બધે હાહાકાર મચી ગયો હતો. બધાનું માનવું હતું કે આ ઘટના પાછળ કોઈ આંતકવાદી સંગઠન નો હાથ છે. પ્રીતિ એ ન્યુઝપેપરમાં આ ખબર વાંચી, તેણે જોયું તો સામે દરવાજા તરફથી શૌર્ય આવી રહ્યો હતો. એ થોડો ખુશ હતો એટલે પ્રીતિ ને તેનાં પર શંકા ગઈ. શૌર્ય કાનજીભાઈ ના રૂમ તરફ જઈ રહ્યો હતો ત્યાં જ પ્રીતિ એ તેને વચ્ચે અટકાવ્યો અને કહ્યું, “શું હું જાણી શકું છું કે કાલ રાત્રે તું કયાં હતો ”“ઓહોહો, રાત્રે