ડેવિલ રિટર્ન-2.0 - 26

(213)
  • 6k
  • 7
  • 3.2k

ડેવિલ રિટર્ન-2.0 26 પોતાનાં પુત્ર અભિમન્યુને બચાવવા વરૂમાનવ બનેલો અર્જુન વેમ્પયરોનાં જહાજ પર આવી પહોંચે છે. અર્જુનને ઓળખવમાં અસફળ રહેલાં ક્રિસ, ઈવ અને ટ્રીસા ઉપર અર્જુન ભારે પડતો જણાય છે ત્યારે એની ઓળખ અચાનક છતી થઈ જાય છે. ટ્રીસા અભિમન્યુ ને લઈને અર્જુન સમક્ષ આવે છે જ્યાં અર્જુન અભિમન્યુનો અવાજ સાંભળી સ્તબ્ધ બની જાય છે. અભિમન્યુને જોતાં જ અર્જુનનું બધું ધ્યાન હવે ફક્ત એનાં પુત્ર તરફ કેન્દ્રિત થાય છે. "પપ્પા, આ તમે જ છો ને.. ?"અર્જુનનો વિચિત્ર દેખાવ જોઈ અભિમન્યુ અર્જુનની તરફ જોઈને બોલ્યો. ટ્રીસા એ અભિમન્યુને જણાવ્યું હતું કે ક્રિસ જોડે લડતો વરૂમાનવ બીજું કોઈ નહીં અર્જુન છે એટલે