ડેવિલ રિટર્ન-2.0 - 23

(226)
  • 6.8k
  • 10
  • 3.3k

ડેવિલ રિટર્ન-2.0 23 વેમ્પાયર પરિવાર જોડેથી પોતાનાં પુત્ર અભિમન્યુની મુક્તિનો માર્ગ શોધવા ફાધર વિલિયમ જોડે પહોંચેલા અર્જુનને ફાધર વિલિયમ ખચકાતા મને વેમ્પાયર લોકો સુધી પહોંચવાનો રસ્તો જણાવે છે. "અર્જુન, આ શહેરમાં જ્યારે તું નહોતો અને આ રક્તપિશાચ લોકોએ પ્રથમ હત્યાને અંજામ આપ્યો હતો ત્યારે વનવિભાગની ટીમ દ્વારા એક વરુને પકડવામાં આવ્યું હતું. "ફાધર વિલિયમ બોલ્યાં. "હા, એ વરુએ જ ગાર્ડનનાં ચોકીદારની હત્યા કરી હોવાનાં ખોટાં સંદેહ સાથે મેં જ એ વરુને આ શહેરમાંથી દૂર લઈ જવાનું સૂચન વનવિભાગની ટીમને આપ્યું હતું. "નાયક બોલ્યો. "પણ ફાધર વરુનો અને વેમ્પાયર પરિવારનો સંબંધ શું છે.. ?"આ બધી ચર્ચાઓ નાહકની લાગતાં અર્જુન અકળાઈને બોલ્યો.