સાંજ - ૫ (અંતિમ ભાગ)

(37)
  • 2.5k
  • 1
  • 1.2k

સાંજભાગ – ૫અરમાનને જીયાની વાત પર વિશ્વાસ આવી ગયો, તેણે આનંદિત થતાં તરત જ જીયાના હાથ - પગ ખોલી દીધાં. હાથ પગ ખુલતાની સાથે જ જીયા ઉભી થઈ અને અરમાનને ભેટી પડી. જીયાના ઉષ્મા ભરેલા હાથ અરમાનની પીઠ પર ફરવા લાગ્યા, અરમાન પણ જીયાને ભેટીને પોતાની ઉષ્મા દેખાડવા લાગ્યો.થોડી ક્ષણો એકબીજાની ઉષ્મા અનુભવ્યા બાદ બંને થોડા છૂટા પડ્યા. અરમાન જીયા સામે આછું સ્મિત કરતા જોઈ રહ્યો હતો, સામેવાળા વ્યક્તિની દૃષ્ટિને પારખી જનારી સ્ત્રી સહજ સ્વભાવવાળી જીયા એ અરમાનની આંખોમાં હવસ પારખી લીધી. જે રીતે અરમાનની નજર અને હાથ જીયાના શરીર પર ફરી રહ્યા હતા એ કોઈ પ્રેમીના નહિ પણ એક સહવાસ ભૂખ્યા વ્યક્તિના હતા. જીયા એ શરમાઈને