સાંજ - ૪

(27)
  • 3.5k
  • 3
  • 1.4k

સાંજભાગ – ૪ત્રણેય હજી પગથીયા ઉતારવાની તૈયારી કરી જ રહ્યા હતા કે બાજુના ગેસ્ટરૂમમાં કંઇક પડવાનો અવાજ આવ્યો. એ અવાજથી અરમાન અને શ્યામને પાછો ધ્રાસકો પડ્યો.“અ શેનો અવાજ હતો?” મિ.તોગડિયા એ તરત જ પૂછ્યું.“અરે શ્યામ, તને કેટલી વખત કહ્યું છે કે ગેસ્ટરૂમની બારી બંધ રાખતો જા, વારંવાર બિલાડી આવી જાય છે.” અરમાનએ શ્યામને ખોટા ગુસ્સામાં કહ્યું. મિ.તોગડિયાને પ્રતમ તો અરમાનની વાત પર વિશ્વાસ ન આવ્યો, પરંતુ થોડીવાર પહેલાની અરમાનની વાતો અને દયામણો ચહેરો યાદ આવતા એમને થયું કે કદાચ સાચું જ કહી રહ્યો હશે.“રૂમની બારીઓ વ્યવસ્થિત બંધ રાખતો જ શ્યામ, હવે કહેવું ન પડે એ ધ્યાન રાખજે.”કહેતા મિ.તોગડિયા નીચે ઉતારવા