વન નેશન, વન કાર્ડ : હવે તો રામો પીર રક્ષા કરે...!

  • 4.8k
  • 1.4k

વન નેશન, વન કાર્ડ : હવે તો રામો પીર રક્ષા કરે...! સરકાર કોઈપણ હોય, પણ ભારતની એ પરંપરા રહી છે કે દેશની દરેક સમસ્યાનો ઈલાજ એ રીતે કરવો કે પછી એ ઇલાજનો પણ ઈલાજ કરવો પડે! આપણી સરકારો પબ્લિકને ખસ થઈ હોય તો એ ટાઢા પાણીએ કાઢવાના બદલે ખંજવાળ વધે તેવો ઉપાય કરે અને પબ્લિક બિચાકડી વલૂરી વલૂરીને ગાંડી થઈ જાય. નોટબંધી અને જીએસટી આવા જ ઈલાજ હતા. એક કાળાં નાણાનો ઈલાજ અને બીજો જલેબીના ગુંચળા જેવા કરમાળખાનો ઈલાજ. આ 'વન નેશન વન કાર્ડ' પણ એવો જ ઈલાજ છે, જેનો ફરીથી ઈલાજ કરવો પડશે. ના, એકચ્યુલી એ આધાર કાર્ડ નામના