વઘારેલા ભાત: રસોડાનું અર્થશાસ્ત્ર અને સ્ત્રીઓનું મેનેજમેન્ટ!

  • 5k
  • 1.5k

વઘારેલા ભાત: રસોડાનું અર્થશાસ્ત્ર અને સ્ત્રીઓનું મેનેજમેન્ટ!બપોરના વધેલા ભાત રાત્રે વઘારી નાંખવાની પ્રક્રિયા એ ગુજરાતી સ્ત્રીઓએ શોધી કાઢેલી એક પ્રાચીનતમ રિસાઈકલ પ્રોસેસ છે! કોઈ મહાકવિ તો કહી પણ ગયા છે કે જો તમારા ઘરમાં બપોરના વધેલા ભાત રાત્રે વઘારી ન નાંખવામાં આવે તો તમે ગુજરાતી નથી! ભાત વઘારવાની પ્રક્રિયા એ પાકશાસ્ત્રનો એક આખો અલાયદો અધ્યાય છે. એક આખું અર્થશાસ્ત્ર છે. મોંઘા ભાવના ભાત એમ ફેંકી થોડા દેવાય છે? વઘારાતા ભાતની સુગંધ પાછળ સ્ત્રીઓનું મેનેજમેન્ટ છુપાયેલું છે. બગાડ અટકાવવાનું મેનેજમેન્ટ. કુટુંબને કંઈક ગરમાગરમ અને ટેસ્ટફૂલ ખાવા પણ મળે અને વધેલા ભાત ફેંકી પણ ન દેવા પડે. જોકે, નામ ન જણાવવાની શરતે