ભીના ટુવાલની ગાંઠ : કહાની ઘર ઘર કી...!

  • 5k
  • 1
  • 1.7k

ભીના ટુવાલની ગાંઠ : કહાની ઘર ઘર કી...! પહેલા એવું સાંભળેલું કે ત્રીજું વિશ્વયુદ્ધ ખનિજતેલના મુદ્દે થશે. પછી કોઈ કહેતું હતું કે પાણી માટે થશે. ક્યારેક ફેસબુક જોઈને મને થતું કે કવિતા મુદ્દે થશે. છેલ્લે સૌરાષ્ટ્ર વર્સીસ અમદાવાદની બબાલો જોઈને થતું કે ત્રીજું વિશ્વયુદ્ધ નક્કી ગોલા-ગાંઠિયા કે વણેલા-નળિયાંના મુદ્દે થશે. જોકે, ફેસબુક પર તો એવા એવા નંગ પડ્યા છે કે અમુકની વિષપાયેલી પોસ્ટ્સ જોઈને થાય કે નક્કી આ ઠોબારો જ ત્રીજું વિશ્વયુદ્ધ કરાવશે. એક સમયે ટ્રમ્પ અને ઉત્તર કોરિયાનો પેલો બાઠિયો કિમ જોન ઉંગ પણ માની જશે, પણ આ ઉંબેટ નહીં માને અને યુદ્ધ કરાવીને જ જંપશે! એની વે, પણ