પતિને ઘડિયાળ ગિફ્ટ કરવાથી એને સમયસર ઘરે આવવાની પ્રેરણા મળે ખરી?

  • 4.5k
  • 1.4k

પતિને ઘડિયાળ ગિફ્ટ કરવાથી એને સમયસર ઘરે આવવાની પ્રેરણા મળે ખરી? કેટલાંક ગુજરાતી અખબારોની અપવાદરૂપ પૂર્તિઓ અને અપવાદ કોલમોને બાદ કરીએ તો આપણાં અખબારોની 'નારી પૂર્તિ' જોતાં એવું જ લાગે કે એ કાઢનારાઓ નારીઓને સદંતર બેવકૂફ જ સમજતાં હશે. આજની નારીની દુનિયા 'લાલી, લિપસ્ટિક અને લસણ'થી આગળ ક્યાંય દૂર વિસ્તરી ગઈ હોવા છતાં આ પૂર્તિઓ મોટેભાગે એવા વિષયોની આસ-પાસ જ ત્રણ તાલી લઈને ગરબે ઘુમતી હોય છે. એનાથી થોડું આગળ વધશે તો ઓફિસમાં અને અલગ અલગ પ્રસંગે પહેરવાના વસ્ત્રો અને કોર્પોરેટ એટીકેટ્સ પર આવીને અટકી જશે. કેમ જાણે આજની યુવતીઓ એ બાબતે અબુધ હોય! અપવાદો બાદ કરતા આપણી નારીપૂર્તિઓ એ