જંતર-મંતર ( પ્રકરણ : પાંત્રીસ ) આજે છેલ્લા ગુરુવારે સુલતાનબાબા છેલ્લી વિધિ કરી રહ્યા હતા. એકાએક માટલીમાંથી એક વિકરાળ આકાર ધુમાડો બનીને બહાર નીકળી ગયો. આખો કમરો ધુમાડાથી ભરાઈ ગયો. કમરામાં ટયુબલાઈટ ચાલુ કરી હતી છતાંય અંધકાર છવાઈ ગયો હતો. હંસાએ મનોજનું બાવડું સખત ભીંસ સાથે પકડી લીધું હતું. એનો જીવ મૂંઝાવા લાગ્યો હતો. શ્વાસ પણ ઘુંટાઈ રહ્યો હતો. મનોરમામાસીની પણ એવી જ હાલત હતી. એમનું મજબૂત કાળજું પણ ફફડી રહ્યું હતું. એમણે હંસાનો ખભો પકડી રાખ્યો હતો. એમનું હૃદય સખત રીતે ધ્રૂજી રહ્યું હતું. એમની આંખો બળી રહી હતી. હાથ-પગનાં તળિયાં પરસેવાથી ભીંજાઈને ઠંડા થવા લાગ્યાં હતાં. મનોજ પણ