જંતર-મંતર - 33

(146)
  • 12.1k
  • 7
  • 6.1k

જંતર-મંતર ( પ્રકરણ : તેંત્રીસ ) હવે બધાને સમજાઈ ગયું કે, આગ એ પણ સિકંદરની જ કોઈક માયાજાળ હતી. બધાં સુલતાનબાબા પાસે પાછાં આવ્યાં ત્યારે પણ સુલતાનબાબા ચૂપચાપ, શાંતિ ચિત્તે પઢવામાં તલ્લીન હતા. હજુ એમની આંખો બંધ હતી અને એમનો બુલંદ અવાજ આખાય કમરામાં ગુંજી ઊઠયો હતો. સતત એકધારા અડધો કલાક એ જ રીતે પઢતાં રહીને સુલતાનબાબાએ આંખો ઉઘાડી ત્યારે વાતાવરણ બિલકુલ શાંત થઈ ગયું હતું. થોડીકવાર પહેલાં તોફાન આવવાના એંધાણ દેખાયા હોય અને પછી એ તોફાન અધવચ્ચે જ કયાંક આડું ફંટાઈ જાય પછી જેવી શાંતિ હોય અને જેવું કોરું વાતાવરણ હોય એવું અત્યારે પણ લાગતું હતું. સુલતાનબાબાએ હળવેકથી કહ્યું,