જંતર-મંતર - 30

(136)
  • 10.3k
  • 7
  • 5.6k

જંતર-મંતર ( પ્રકરણ : ત્રીસ ) સિકંદરે થોડીકવાર રોકાઈને આગળ કહેવા માંડયું, ‘આંખ ઉઘાડતાં જ હું ચોંકી ગયો. મારા હાથમાં એક તાજું, ખિલેલું, સુંદર, મનોહર પીળું ફૂલ હતું. અને એ ફૂલમાંથી મદમસ્ત બનાવી દે તેવી મોગરાની અને ચંપાની ભેગી સુગંધ આવતી હતી. હું એ ફૂલને જોઈ રહ્યો હતો ત્યાં ગોરખનાથે મારી સામે જોઈને કહ્યું, ‘આ તારો પહેલો પાઠ છે. આ ફૂલ તારું હથિયાર છે. આ ફૂલ ભલભલી ચાલાક અને હોશિયાર છોકરીઓને પણ પોતાની તરફ ખેંચી લેશે. તું હવે અહીંથી વસ્તીમાં ચાલ્યો જા. અને જ્યાં ત્યાં આ ફૂલ મૂકીને જુવાન સ્ત્રીઓને અહીં સુધી ખેંચી લાવ.’ મને ગોરખનાથની વાત કંઈ સમજાઈ નહીં.