જંતર-મંતર (પ્રકરણ : ઓગણત્રીસ) સિકંદરે પોતાની વાત આગળ ધપાવી, ‘...મને એ કામ નવીન અને અજબ લાગ્યું. એ કામ પાછું ચોકીદારીનુંય નહોતું. આમેય આ ગુફાને ચોકીદારની જરૂર નહોતી. વળી મારે કોઈ ચોકીદારની જેમ કોઈને રોકટોક પણ નહોતી કરવાની. બીજે દિવસે હું ગુફાની બહાર એક પથ્થર ઉપર બેસી ગયો. મને પીવા માટે લોહી તો ગોરખનાથ તરફથી મળવાનું હતું એટલે એની મારે કોઈ ચિંતા નહોતી. હજુ હું બેઠો હોઈશ ત્યાં મેં એક જુવાન રૂપરૂપના અંબાર જેવી અપ્સરાને ગુફા તરફ આવતી જોઈ. હું એને જોઈને ઊભો થયો. પણ એ અપ્સરા જેવી સ્ત્રી તો ચૂપચાપ ગુફામાં આગળ વધી ગઈ. એને રોકીને, એ કયાં જાય છે