પ્રેત યોનિની પ્રીત... - 10

(126)
  • 6.1k
  • 1
  • 3.8k

પ્રકરણ-10પ્રેત યોનીનો પ્રેમ અજયભાઇ અને વિધુ નિરંજનભાઇનાં મોઢે બોલેલો આંકડો સાંભળીને જ હેબતાઇ ગયાં. અજયભાઇએ કહ્યું "શેઠ આજ સુધી મારે ઘેર આટલી લક્ષ્મી કેવી રીતે રહેશે ? મને માફ કરજો હું નહીં. રાખી શકું. ન કરે નારાયણ અને કંઇ થયું તો મારે ઝેર ખાવાનો વારો આવે મને માફ કરો. વિધુએ પણ એજ સૂર પુરાવ્યો. નિરંજન ઝવેરીએ કહ્યુ તમારી આબરૂ ખૂબ સારી છે તમે ખૂબજ પ્રમાણિક માણસ છો મને તમારી ઉપર ખૂબજ વિશ્વાસ છે હું બીજે ક્યાંય રાખી શકું એમ નથી. તમારાં પર કોઇનેંય શંકા જશે નહીં. તમારું પોળનું ઘર.. આટલી વસ્તીમાં કોઇ ચોરી નહીં થાય. વળી આખો દિવસ ઘરે જ