કાળોતરી કે મુક્તિપત્ર

  • 3.7k
  • 2
  • 740

કાળોતરી કે મુક્તિપત્ર સોનુનું શું થશે?” સોનુનાં દેહવિલયનાં સમાચાર સાંભળીને મન ઉદ્વિગ્નતા થી ભરાઈ ગયું. સતીશ અને મંજુનો એક માત્ર દીકરો૩૫ વર્ષથી પંગુતાથી પીડાતો હતો. તેનું શરીર ૩૫ વર્ષનું હતુ પણ મગજ નો વિકાસ પાંચ વર્ષનો હતો. શક્ય બધી દવાઓ કરાવી પણ અર્થ હીન પરિણામ..બે નોકરીમાં થી એક નોકરીનો પગાર ડોક્ટર અને સોનુની માવજત પાછળ ખર્ચાઇ જતી. જરા કલ્પના તો કરો ૩૫ વર્ષનાં પંગુ દીકરાને દિવસમાં ઉંચકી ઉંચકીને નિત્ય ક્રીયાઓ કરાવવી બંને મા બાપ માટે શારિરિક અને માનસિક કવાયતો રહેતી. મંજુ તો માનતી કે પ્રભુએ સોનુને પંગુ બનાવીને પ્રભુએ તેમને હું ભુલી ન જઉ માટે એક એલાર્મ બનાવીને મોકલ્યુ છે.