એક અઠવાડિયા પહેલાં સરકારે જાહેર કર્યું કે અગામી મહીનાથી અનામતનો કાયદો નાબૂદ કરવામાં આવશે.અચાનક ભારતમાં દરેક રાજ્યોમાં તોફાનો ચાલુ થઈ ગયા. જે કેટેગરીના લોકો અનામતનો લાભ લેતા હતા એ લોકોએ બંડ પોકાર્યું હતું. જાહેર સંપત્તિની તોડફોડ ચાલુ કરી નાખી હતી.દુકાનોના શટર ખુલવા દેતા ન હતા અને જો શટર ખુલ્લા હોય તો તોડફોડ મચાવતા હતા.૧૨૦ કરોડ ની વસ્તીમાંથી ૫ કરોડ લોકો આ આંદોલનમાં જોડાયેલા હતા બીજા ૧૧૫ કરોડ લોકોની હાલત કેવી હતી? ૧૧૫ કરોડ માંથી ૫૦ ટકા કરતાં વધારે લોકો મોટા શહેરોમાં વસતા હતા.વધી વધીને એક અઠવાડિયા જેવો સામાન એ લોકો ઘરમાં રાખતા હતા એમાંય અમુક ફેમિલી તો એવા હતા જે