બાલિશગી

(15)
  • 3k
  • 1
  • 1.1k

"કુલની કથાઓ"લઘુકથા -1✨બાલિશગી✨ ???? આજે આ અંગડાઈ લઈ ઉઠેલી વરસાદી સાંજ મને ભૂતકાળમાં લઈ ગઈ. એ એવી જ એક સાંજે વરસાદમાં ક્રિકેટ રમી રહ્યો હતો. હું અવિરતપણે જોઈ રહી હતી. ભીનો ભીનો અને ઘડી-ઘડી વાળ છંટકાવતો એ મસ્ત લાગતો હતો. ત્રાંસી નજરે જોતો રહેતો નજર એક થતાં આંખ મિચકારી લેતો અને હું શરમથી લાલ થઈ જતી. એ એની એ અદા જોઈ હું પાગલ થઈ જતી.આંખ બંધ કરું ને એ જ દેખાતો. નામ એનું સપન, ઊંચો,ઘઉંવર્ણો ,સુદૃઢ બાંધો ,તપકીરી આંખો ,ધેરો અવાજ અને સૌથી સબળ અને ગમતું પાસું એનો પ્રેમાળ સ્વભાવ. એ મારા ઘરની બીજી શેરીમાં