જન્મકુંડળી

(22)
  • 3.5k
  • 776

વાર્તા-જન્મકુંડળી લેખક- જયેશ એલ.સોની-ઊંઝા મો.નં.9725201775 રાસબિહારી પોતાની જન્મકુંડળી અલગ અલગ જ્યોતિષીઓને બતાવીને હવે થાક્યો હતો.દરેક જ્યોતિષીએ બતાવેલ અનેક જાતના ઉપાય કરી જોયા પણ પોતાની વેળા વળતી નહોતી.ઘણા મિત્રો તેને ટોકતા પણ ખરા કે ‘ભાઇ,પરિશ્રમ કર અને ભગવાન ઉપર ભરોસો રાખ.સમય બદલાશે એટલે બધુ સારું થઇ જશે.’ પરિશ્રમ તો તેણે બચપણથી કર્યો હતો અને મંદિરોના પગથીયા પણ ઘસી નાખ્યા હતા.જીવનમાં સફળતા મેળવવા માટે હવે શું કરવું જોઇએ તે બાબતે રાસબિહારી ગુંચવાઈ ગયો હતો.બેઈમાન માણસોને જલસા કરતા જોતો ત્યારે તેને ઘણા વિચારો આવતા પણ પોતે ઈમાનદારીથી જ સફળ થવા માગેછે તે નક્કી હતું.મિત્રો અને સ્વજનો પણ કહેતા કે આટલું સારું ભણેલો