ડેવિલ રિટર્ન-2.0 - 21

(212)
  • 7k
  • 3.5k

ડેવિલ રિટર્ન 2.0 21 અર્જુન અને એની ટીમ મળીને ગુલામ વેમ્પયરોની સાથે વેમ્પાયર પરિવારનાં ત્રણ સભ્યોને એક જ રાતમાં મારવામાં સફળ થાય છે. આ વાતથી હરખાતો અર્જુન જ્યારે પોતાનાં ઘરે પહોંચે છે ત્યારે ઘરની હાલત જોઈને અચરજ પામી જાય છે. અસ્ત-વ્યસ્ત ઘરમાં પીનલ કે અભિમન્યુ ધ્યાને ના ચડતાં બઘવાયેલો અર્જુન એમની ઘરમાં શોધખોળ કરી રહ્યો હોય છે ત્યારે રસોડામાં પીનલ ને જમીન પર પડેલી જોઈ અર્જુન ચિંતિત વદને પીનલની તરફ ભાગે છે. પીનલ.. પીનલ.. તને શું થયું છે.. ? પીનલ ની નજીક પહોંચી એનો ચહેરો પોતાનાં હાથમાં લઈને અર્જુન બોલ્યો. અર્જુનનાં અવાજ આપવાં છતાં પીનલ તરફથી કોઈ જાતનો પ્રતિસાદ ના મળ્યો