ગોલ્ડી (ભાગ-૨) સંપૂર્ણ

(81)
  • 3.1k
  • 1.4k

ગોલ્ડી (ભાગ-૨)દિવસો વીતતાં ગયા. ગોલ્ડી હવે મોટું થઈ ગયું હતું. બધા ટેણીયાઓ મોટાં થઇ ગયા હતાં. વડીલો હવે ગોલ્ડીથી ક્યારેક કંટાળતા. બધાની સાથે મસ્તી કરતાં-કરતાં, એ પણ મસ્તીખોર થઈ ગયું હતું. ક્યારેક એનાથી કોઈ નુકસાન પણ થઈ જતું. પહેલા પણ થતું જ હતું પણ નાનું હતું એટલે એના નુકસાન કરવા ઉપર પણ બધા એની મજા લેતા, પણ હવે એ જ વાત પર બધાને ગુસ્સો આવતો.રોજની જેમ આજે પણ સાંજે અમે બધા બગીચે ભેગા થયા. સ્ત્રીઓ વચ્ચે કોઈ અજુગતી ચર્ચા ચાલી રહી હતી. એમણે અમને બધાને થોડું દૂર રમવા કહ્યું. ગોલ્ડી સાથે બધા જ રમવામાં મશગુલ થઈ ગયા. પણ મારી નજર