એક નાની નોકરી!!

(13)
  • 2.2k
  • 654

નમન અને નેહા..... પતિ પત્નિ..... માત્ર 4 વર્ષ નું લગ્ન જીવન...એક દિવસ સવારે કપડાં સુકવતા સુકવતા નેહા એ બાજુમાં રહેતી પાયલ ને બોલતા સાંભળી....એ લોકો ના ઘર ની દીવાલ એક જ હતી એટલે કોઈ પણ કંઈ બોલે તો સંભળાય...અને પાયલ એટલે શતાબ્દી એક્સપ્રેસ...બોલે જ જાય...પાયલ એના સાસુ ને કહી રહી હતી અને એનો અવાજ ચોખ્ખો સંભળાઈ રહ્યો હતો.."મમ્મી , બધું જ થઈ ગયું છે ખાલી તમારી અને પપ્પા ની રોટલી બાકી છે. વાસણ બહાર રાખી દેજો બેન કરી જશે...અને એમને કહેજો કે કપડાં દોરી પર થી ઉતારી દેશે...અને બીજું ઘણું બધું બોલતી ગઈ..એના સાસુ એ કહ્યું બસ હવે જા તો