કલ્યાણ મિત્ર વિજય શાહ જાનકી બહુ જ ખુશ હતી. બીજે દિવસે સિનિયર સિટિઝન નાં ફંક્શનમાં ફીલ્મી ગીત ગાવાની હતી કેરૉઓકી ઉપર પ્રેક્ટીસ કરી કરી ને કંઠસ્થ કર્યુ હતુ. જાહેરમાં પહેલી વખત ગાવાની હતી તેથી નરવસ પણ હતી. આગલી રાત્રે બે બુટ્ટીનાં ચાક ગુમ થઇ ગયા હતા તેથી નરવસ્નેસ માં વધારો થયો હતો. રામ જાણતો હતો પણ “ચિંતા ન કર મળી જશે.” કહીને પડખુ ફેરવીને સુઈ ગયો. પણ જાનકીની ઉંઘ ઉડી ગઈ હતી. દીકરી પણ મમ્મીને ગાવા પ્રોત્સાહીત કરતી હતી . મમ્મી તું મારા ચાંદીનાં દાગીના રાસ માં પહેરજે,,, આગળ ગરબાની પ્રેક્ટીસમાં પહેરેલા ડ્રેસ્માં જ સ્ટેજ ઉપર ગીત ગાવાનું નથી. ડ્રેસ