વિકાસ કે વિનાશ?

  • 2.1k
  • 704

અચાનક જયની આંખ ખુલી. આજે તેની આંખોના પોપચાં ભારે લાગતા હતા. જાણે ઘણી લાંબી ઊંઘ ખેંચીને ઉઠ્યો હોય. તેને બગાસું ખાધું અને જોયું તો પોતે કોઈ હોસ્પિટલ માં હતો. તેને થોડી મથામણ કરી યાદ કરી જોયું તો છેલ્લે પોતાને છાતીમાં તીવ્ર દુખાવો ઉપડેલો અને બેભાન થઈ ગયેલો. તેને થયું કોઈએ તેને હોસ્પિટલ પહોંચાડ્યો હશે. પરંતુ તેની આજુબાજુ કોઈ દેખાતું કેમ નહોતું? તેની પત્નીને પોતે હોસ્પિટલ માં છે એ જાણ કરવામાં આવી હશે કે નહીં? તેને સાદ પાડ્યો, ''કોઈ છે?'' પણ આ શું તેને પોતાનો અવાજ આજે બદલાયેલો લાગતો હતો. શું તેની બિમારી ને કારણે તેને ઇવો ભ્રમ થતો હતો કે