જામતારા

(19)
  • 4.1k
  • 1
  • 1.4k

જામતારા હાલના દિવસોમાં વિદેશમાં પુત્રનાં ઘેર કંટાળો દુર કરવા,લેખનથી થોડો સમય આરામ લેવા ટીવીનાં શરણે જાઉં છું, જેના કારણે નેટફલિકસ,હોટસ્ટાર,એમેઝોન પર ઘણી બધી સારી ખોટી હિન્દી ગુજરાતી,અંગ્રેજી ફિલ્મો અને સીરીયલો જોવાઇ ગઇ છે.એક દિવસ સમય પસાર કરવાના હેતુથી ટીવી ચાલુ કરતા નેટફલિકસની સીરીયલ ‘જામતારા’ની ટેગલાઇન ‘’સબકા નંબર આયેગા’’ વાંચીને ઉત્સુકતા ખાતર સિરીયલ જોવા બેઠો.એક સામાન્ય,ટાઇમપાસ સિરીયલ માનીને તેને ચાલુ કરી હતી પરંતુ જેમ જેમ એપિસોડ અને સિરીયલ ગતિ કરતા ગયા તેમ તેમ તે દર્શનીય અને રૂચીવર્ધક બનતી ગઇ.કલાકારો,લેખક અને ડિરેકટરે આ સિરીયલ એક રસપ્રદ નવલકથાની માફક એક સ્થાન પર બેસીને જોવા મજબુર કરે તેવી બનાવી છે.મને જયારે જાણ થઇ કે