બાંધવગઢ પ્રવાસલેખ

(11)
  • 4.4k
  • 1
  • 1.2k

કૃપા કરીને નિરાશ થતા નહીં જો તમે અમને જોયા ન હોય તો, અમે તમને જરૂર નિહાળ્યા હશે!- બાંધવગઢના ટાઇગર જ્યારે તમે માર્ચ-એપ્રિલમાં મારા વતનમાં પગ મૂકશો તો કેડીની બન્ને તરફ મઢેલા પલાશ ઉર્ફે ખાખરા (ખાવાના નહીં હોં!) ના વૃક્ષો પોતાના ઉગ્ર કેસરિયા રંગથી તમારું સ્વાગત કરશે. થોડો ઠંડીનો ચમકારો મહેસૂસ કરશો અને સાથે મહુડાનાં ફૂલોની માદક મહેક તમને તરબતર કરશે. જ્યાં જ્યાં તમારી નજર ફરશે, ત્યાં જંગલ દેખાશે. ક્યાંક "વાહન ધીમે હાંકો" લખેલા બોર્ડ હશે તો ક્યાંક "પહેલા વન્યપ્રાણીઓને માર્ગ ક્રોસ કરવા દો" લખેલા, કારણ તમે મારા કર્મભૂમિમાં છો. નામ છે બાંધવગઢ!, મધ્યપ્રદેશનું એક ગામ જે પોતાના ટાઇગર રીઝર્વ માટે