અન્વીક્ષા

(19)
  • 5.2k
  • 1.1k

અન્વીક્ષા ઠંડી હવાની લહેરખી આખાયે શરીરમાં કંઇક અલગ જ ચેતના જગાડતી પસાર થઈ. પૂર્ણિમાની રાતે ખીલી ઉઠેલ ચંદ્રની શીતળ છાયા હ્રદય સોંસરવી ઠંડક પ્રસરાવતી રહી. સ્ટ્રીટ લાઇટના કૃત્રિમ અજવાળાને ક્યાંય પાછળ છોડી હું અવિરત કોઇ અજ્ઞાત દિશામાં પગલા ઢસડતો રહ્યો કે પછી મારા આગળ ધપતા પગલા મને જ ક્યાંક ઢસડી રહ્યા. દૂર દૂર નજર દોડાવતા ચંદ્રની શીતળતામાં નખશીખ પલળેલ ઝાડી ઝાંખરા જ નજરે પડ્યા. પગને ચાલવામાં વધુ જોર લાગતુ અનુભવી કોઇ ઊંચા ચઢાણનો ખ્યાલ આવ્યો. ચાંદનીના નશામાં તરબોળ થઈ ડગલા ભરી આગળ વધી રહ્યો. ઊંચાઇએ ચઢાણ કર્યા પછી જાણ થઈ કે ઘર પાછળ આવેલા ખોડીયાર ટેકરીએ ચઢી ગયેલો. આ જ