પ્રેત યોનીની પ્રીત... પ્રકરણ-3 શેષનાગ ટેકરી ચઢી માં માયાંના મંદિર પાસેનાં અગમ્ય રસ્તેથી આખી મેદની પાછળ ચોગાનમાં આવી ગઇ હતી. બધાં જ હાથ જોડીને એકચિત્તે શ્લોક અને ઋચાઓ સાંભળી રહ્યાં હતાં. સ્ત્રીઓનાં ભાગમાં બધી જ સ્ત્રીઓ છોકરીઓ પ્રાર્થના કરતી બેઠી હતી બધાં જ ખૂબ શ્રધ્ધા સાથે કેટલાંક આશ્ચર્ય અને કૂતૂહૂલથી જાણે કોઇક કૌતુંક ચમત્કાર જોવાં આવી રહ્યાં હોય એવી રીતે રાહ જોઇને બેસી રહ્યાં હતાં. એમાં રહેલી એક છોકરી પણ કોઇક આશા લઇને આવી હતી અને આંખોથી આંસુ નીતરી રહેલાં એને પણ પ્રશ્ન હતો એ ઘણાં સમયથી પીડાઇ રહી હતી હૃદયમાં જાણે કોઇક અગમ્ય શૂળ ભોંકાતા હતાં. ત્યાં ચોગાનમાં આટલાં માણસો