પ્રેત યોનિની પ્રીત.. - 2

(169)
  • 9.1k
  • 8
  • 6.5k

પ્રેત યોનીની પ્રીત... પ્રકરણ-2 આશરે 400/500 માણસો ખૂબ શ્રધ્ધા સાથે શેષનાથ ટેકરીની તળેટી સુધી પહોંચી ગયાં હતાં હવે અહીં બધાજ સાધન ચંપલ સુધ્ધાં અહીં જ ઉતારી ખૂલ્લા પગે પગપાળા ઉપર જવાનું હતું. પૂજા સામગ્રી ફળફળાદી, ફૂલો, હવન સામગ્રી અને ધાર્મિક કામની વસ્તુઓ સિવાય કંઇ જ ઉપર લઇ જવાની છૂટ ન હોતી. અજીતે એનાં માઇક દ્વારા બધી જ જાહેરાત કરવા માંડી. જાણીતાને બધી ખબર જ હતી પણ અજાણ્યાં અને પહેલીવાર આવનારને બધી રીતે સાવધાન કરવા જરૂરી હતાં. અજીતે માઇક પર જાહેરાત કરતાં કહ્યું. "બધાં પોતપોતાને સાધનો સાથે આવ્યા હોય એ ત્થા સાથેના પૂજા સિવાયનો સામન, ખાવાની સામગ્રી, ચંપલ જૂતા બૂટ કંઇ પણ