ચહા પીવાનું મન હતું ,પીવા ગયો પણ દૂધ જ ફાટી ગયું.

(12)
  • 4.8k
  • 1
  • 999

સ્વરૂપવાન સુંદરી .. નિશારૂપનો ભંડાર ..નિશાછલકાતું યૌવન..નિશામદમસ્ત અલમસ્ત..નિશાસૌંદર્યનો ઘમંડ કરતી..નિશા કોલેજ કેમ્પસમાં એન્ટ્રી મારે એટલે કોઈ એક્શન હીરોની એક્શન મૂવીમાં જેવી ધમાકેદાર એન્ટ્રી થાય તેવી... ભર રર રર..... નિશાની કારની કોલેજ કેમ્પસમાં એન્ટ્રી થાય.પૈસાદારની વંઠેલ દીકરી કોલેજમાં આવે એટલે સોપો પડી જતો. પૈસાદારના ભલભલા નબીરા લાળ ટપકાવતા હતાં. પૈસાના જોરે નિશાને પોતાની સામે ખેંચવા તનતોડ મહેનત કરતાં. નિશાને પોતાના તરફ આકર્ષવા એવા નબિરાઓમાં હોડ લાગે. મધ્યમ વર્ગના નબીરાઓ પણ પૂરી તાકાત સાથે જોર લગાવતા હતાં. નિમ્ન મધ્યમ વર્ગના છોકરાઓ તો આ બાબત કોસો દૂર. તેમનાથી કઈ વિચારાય પણ નહી. તેનું સૌંદર્ય જોઈને જ સંતોષ માની લેતા. પટાવવાની વાત તો દૂર