ડેવિલ રિટર્ન-2.0 - 17

(293)
  • 5.5k
  • 11
  • 3.1k

ડેવિલ રિટર્ન-2.0 17 રાધાનગર પર પ્રચંડ હુમલો કરવાનાં આશયથી સરદાર પટેલ ગાર્ડન જોડે પહોંચેલા ક્રિસ અને એનાં ભાઈ-બહેનો ની સાથે બધાં ગુલામ વેમ્પાયર એક નવી મુસીબતમાં ફસાઈ ચુક્યાં હતાં. પોલીસની જીપો વચ્ચે ઘેરાયેલાં ક્રિસને એ સમજાઈ ચૂક્યું હતું કે દિપક એમની જોડે દગો કરી ગયો છે. નાયકની આગેવાનીમાં પોલીસની છ ટુકડીઓ જીપ લઈને વેમ્પાયરનાં એ ટોળાં ફરતે વર્તુળાકાર ચક્કર બનાવીને ઉભી રહી ગઈ. જાણે મોતની વમળમાં ફસાઈ ગયાં હોય એવી હાલત વેમ્પાયર પરિવારનાં સદસ્યો મહેસુસ કરી રહ્યાં હતાં. દરેક જીપમાંથી આશરે 10-12 કિલો લસણને વેમ્પાયર જ્યાં ઉભાં હતાં ત્યાં પોલીસકર્મીઓ દ્વારા ફેંકવામાં આવ્યું. લસણની તીવ્ર ગંધ વેમ્પયરોને કેટલી હદે નિર્બળ