મેડલ

(17)
  • 2.8k
  • 1
  • 1k

""મેડલ"""મમ્મી....કાલે પપ્પાને મેડલ મળવાનું છે ને!! કાલે સવારે મને વહેલા ઉઠાડી દેજે..મેડલ સાથે સેલ્ફી લઈ હું મારા મિત્રોને બતાડિશ. દેશના રાષ્ટ્રપતિના હાથે મારા પપ્પાને મેડલ મળશે એ કંઈ નાની વાત થોડી કહેવાય!"નાનકડી સાત વર્ષની તૃષા તેની મમ્મી સાથે ઉત્સાહભેર વાત કરી રહી હતી, અને ઉત્સાહ હોય જ તેના પિતા મેજર સાહિલ વર્માને પ્રજાસત્તાક દીને દેશના રાષ્ટ્રપતિના હાથે મેડલ મળવાનું હતું. "મમ્મી.. તું કેમ ખુશ નથી? તારા ચહેરા પર પપ્પાને મળવાના મેડલની ખુશી જોવા નથી મળતી!!"તૃષાની મમ્મી રિધ્ધી તેના માથા પર હાથ ફેરવતાં, "બેટા.. સુઈ જા..સવારે વહેલું ઉઠવાનું છે." ****"મેજરસાબ હોટલાઈન પે મેસેજ આયા હે આંતકવાદી બોર્ડર ક્રોસ કરકે ઘુસને વાલે હે.""સુબેદાર! કિતને