ચલો, આપણે ચિંતા કરીએ, મોદીસાહેબ બિચાકડા એકલા કેટલુંક કરે?

  • 5.4k
  • 2
  • 1.6k

ચલો, આપણે ચિંતા કરીએ, મોદીસાહેબ બિચાકડા એકલા કેટલુંક કરે? કેટલાક લોકોને સતત ભયંકર વિચારો જ આવે રાખતા હોય. રોપ વેમાં બેઠા હોય તો એમને વિચાર આવે કે અબઘડી જ આ રોપ વેનો તાર તૂટી જશે તો શું થશે? હિમાચલ પ્રદેશમાં પહાડોની કરાડો પરના સર્પાકાર રસ્તાઓ પરથી પસાર થતા હોય તો વિચાર આવે કે ડ્રાઈવરને ઝોકું આવી જશે તો શું થશે? અગિયાર માળની બિલ્ડિંગમાં ટોપ ફ્લોર પર હોય અને વિચાર આવે કે સાલો અત્યારે ભૂકંપ આવી જાય તો શું થશે? ચણી બોર ખાવા જતા હોય અને વિચાર આવે અંદરથી ઈયળ નીકળશે તો શું થશે? ઈવન ટોઈલેટ સીટ પર બેઠા હોય અને