એ માત્ર ગુલાબ ન હતું !!!!!

(15)
  • 5.6k
  • 1.5k

જાન્યુઆરીની ગુલાબી ઠંડીમાં સવારે ઉગતા સૂર્યનો કેસરિયો રંગ નીલા આકાશ સાથે ત્રિરંગો લાગી રહ્યો છે, આજે રજાનો દિવસ છે પરંતુ , વહેલી સવારે ઉઠવા માટેનું દરેક પાસે ખાસ કારણ હતું. તેથી જ તો આજ માટેના ખાસ સાફ રસ્તાઓ પર માનવમેહરામણ દેખાઈ રહ્યુ છે, દોડમાં સૌથી આગળ ખાખી વર્દી ધારીઓ છે. ગાંધીજી હોય કે ભગતસિંહ, સરદાર પટેલ હોય કે સુભાષચંદ્ર બોઝ આજે દરેક સ્વાત્રંત સેનાની બાળકોના રૂપમાં ફરી એક વાર રાષ્ટ્રીય પર્વ ઉજવવા માટે આવ્યા છે. NCC ના બાળકો જાણે દેશ-સુરક્ષાની પ્રતિજ્ઞા લેવા કટિબદ્ધ છે. દેશ ભક્તિના દરેક ગીત વાતાવરણમાં નવો જોશ પુરી