(પાછલા ભાગમાં જોયું કે ડો કબીર શ્રેયસને તેની કુંડલિની વાત કરે છે અને એક મહિનો યોગાસનો કરાવે છે જેનાથી શ્રેયસને યુવાની પછી ફરી હોય એવું લાગે છે અને હવે તે પોતાના અભિયાન માટે પાછો ફરે છે હવે આગળ ) શ્રેયસ સિનોમેન શહેરમાં પાછો ફરે છે અને ડો હેલ્મ ને મળે છે અને પહેલા તેમને તેમના માટે લાવેલી ગિફ્ટ આપે છે અને કેલી ને તેના માટે લાવેલો ડ્રેસ આપે છે . ડ્રેસ સ્વીકારતી વખતે કેલીના ચેહરો શરમથી લાલ થઇ જાય છે . ડો હેલ્મ કહે છે એની શું જરૂર હતી મિસ્ટર શ્રેયસ ? શ્રેયસે કહ્યું સર મારી પાસે સમય હતો