આધાત

(13)
  • 2.1k
  • 1
  • 667

કૃણાલ તેની કંપની ની કેબીનમાં બેઠો છે.તેના લેપટોપ ને ઓન કરી ને,હાથમા પકડેલા કપ માંથી હુંફાળી ચાના ધૂટડા ધીમે ધીમે ભરે છે. સાથે સાથે એક હાથની આંગળીથી માઉસની છકડી ફેરવી ઇનબોકસમા આવેલા ઇમૈલ ચેક કરે છે.તેમા અમુક મૈલ રોજબરોજની કામગીરીની જાણકારી આપતા હતા,તો અમુક મૈલ વેન્ડરોના બાકી પેમેન્ટની મુંઝવણ બતાવતા હતા,તો અમુક મૈલ કંપનીમાં નવી સુવીધા ઊભી કરવાની માગણી કરતા હતા,એક બે મૈલ જુદા જુદા ડીપાર્ટમેન્ટમાં ચાલતા હોબાળાની આગ ઓકતા હતા.અમુક મૈલમા સરકારી નોટીસના ફટકા હતા. "ગુડ મોર્નિંગ સર,આપણા સ્ટાફ મેમ્બર કોનફરન્સમા તમારી રાહ જુવે છે"કૃતીયે કૃણાલને ટકોર કરી. "ગુડ મોર્નિંગ...હુ થોડીવારમાં ત્યા હાજર થઇશ."કૃણાલે ચાના કપને ટેબલ પર