બસ કશિશ એના રાજકુમાર જોડે સાત ફેરા ને સપ્તપદી ના સાત વચન નિભાવવા ના વિશાળ ગગન માં પહોંચી ગઈ.ખૂબ જ રંગેચંગે લગ્ન સંપન્ન થયા. કશિશ અને કાનન નવજીવન માં ગોઠવાતા ગયાં. લગ્ન એટલે બે જ જણાં નું મિલન નથી. લગ્ન એટલે નવા બે પરિવાર નું મિલન. બંને જણા ની એકબીજાના પરિવાર ની જવાબદારી ઓ નું વહન. પણ દુનિયાભર માં એમ જ માનવામાં આવે છે કે છોકરી સાસરે આવે છે એટલે વહુની બધી જ. જવાબદારી ફરજ બને છે. જમાઈ ની કોઈ જવાબદારી છોકરીના પરિવાર ની રહેતી નથી. ફરજ નો ભંડાર જાણે વહુના માથે.. સાસરે વળાવેલી દિકરીને એના માતા પિતા પણ પરાયા થઈ