એક હોરર હાસ્યલેખ : ભૂત પ્રેમ જેવું અને પ્રેમ ભૂત જેવો હોય છે...! (નોંધ : લેખકે લેખમાં પોતાના ભૂતના અનુભવ વિશે સ્પષ્ટતા કરી દીધી છે અને તેમના પ્રેમના અનુભવો વિશે કોઈએ કંઈ પૂછવું નહીં. એમાં તો સાલું ભરાઈ પડાય એવું છે. હોવ...હમ્બો...હમ્બો!) બાળપણમાં એક જોક સાંભળેલો કે બે ભૂત વાતો કરતા હતા. એક ભૂતે બીજાને કહ્યું કે, 'જો માણસ જાય.' બીજાએ કહ્યું કે, 'માણસ જેવું કશું હોતું નથી. એ બધો આપણા મનનો વહેમ છે.' મને ભૂતોનો કોઈ ખાસ અનુભવ નથી, પણ નાનપણમાં હું વાળ ઓળ્યા વિના લઘરવઘર ફરતો ત્યારે દાદી કહેતા કે, 'આ શું ભૂતની જેમ ભટકે છે?' એ રીતે