ભાગ -૨૦ ( આગળના ભાગમાં આપણે જોયું કે વ્યોમને ખબર પડે છે કે વિરલના મૃત્યુનું કારણ તે પોતે છે. એ ફરી સોનગઢ જવાનું નક્કી કરે છે, હવે આગળ...) પહેલા તો વિચાર આવ્યો કે વ્રતી પાસે જાઉં પણ પછી હિંમત ન ચાલી, ને કઈક તો અંદરના અહમેં પણ ના પાડી. વ્યોમ સીધો રુમ પર ગયો. કરમદાસે વ્યોમને આવતા જોયો એટલે સામે ગયા, "અરે, સાહેબ સવારનો તમને શોધું છું ક્યાં જતા રહ્યા હતા એ પણ કહ્યા વગર." વ્યોમ બોલ્યો, "કઈ નહિ તાત્કાલિક કામ આવી પડ્યું હતું તો જવું પડ્યું, કામ પતી ગયું એટલે પાછો આવી ગયો." વ્યોમ વધુ કઈ પણ બોલ્યા વગર