સપનું (ભાગ-૩) - છેલ્લો ભાગ

(83)
  • 2.3k
  • 1
  • 1.2k

સપનું (ભાગ-૩)તૃપ્તિ અને શિખાએ નક્કી કર્યું હતું, કે જ્યાં સુધી તૃપ્તિ સામેથી ના કહે ત્યાં સુધી શિખાએ ફોન કરવો નહીં. પણ જે ડર હતો એવું કંઈ જ થયું નહીં અને એક મહિનો પૂરો પણ થઈ ગયો. ચેતનના મામાએ કિરીટભાઈને ફોન કરી, બંનેને અમદાવાદ મોકલી આપવાનું નક્કી કર્યું. તૃપ્તિએ શિખાને ફોન કરી ત્યાંની પરિસ્થિતિનો અણસાર લેવા પ્રયત્ન કર્યો.શિખાએ કહ્યું, ''તું ગઈ, એ રાત્રે જ તારા મમ્મીનો મારા ઉપર ફોન આવ્યો હતો.. તારા વિશે પછ્યુ હતું..બહુ જ રડતાં હતા..હું તારા વિશે કાઈ જાણતી નથી એમ ખોટું બોલીને મેં એમને સાંત્વન આપવા પ્રયત્ન પણ કર્યો હતો..પછી તારા પપ્પાએ એમના હાથમાંથી ફોન લઇ અને