જંતર-મંતર ( પ્રકરણ : પંદર ) રીમાની બગડેલી હાલતના સમાચાર સાંભળી મનોજે ફોન ઉપર જ ગભરાઈ જતાં ઉતાવળથી જવાબ આપ્યો, ‘તમે રીમાને સાચવજો, અમે અત્યારે જ અહીંથી નીકળીએ છીએ.’ ફોન મૂકયા પછી મનોજે પોતાના પિતાજીને રીમાની હાલતની વાત કરી અને પોતે અત્યારે જ ચિલકા સરોવર જાય છે એમ જણાવ્યું. ચુનીલાલ ગભરાઈ ગયા. પણ પેઢી મૂકી જઈ શકે એમ નહોતા. એટલે ઢીલું મોઢું કરીને બોલ્યા, ‘તું પહોંચે કે તરત ફોન કરીને ખબર આપજે કે રીમાની તબિયત કેમ છે ?’ ‘હા, પિતાજી, તમે એની ચિંતા ન કરો.’ કહેતાં વધુ સમય બગાડયા વિના મનોજ જલદી ઘરે આવ્યો. મનોજે ઘેર રીમાની ગંભીર તબિયતની વાત