વિઝિટિંગ કાર્ડ....

(20)
  • 3.6k
  • 1
  • 540

વિઝિટિંગ કાર્ડ...........દિનેશ પરમાર નજર (99244 46502)------------------------------------------------------------------------------કાળની કેડી અટપટી છે, ના ઉકેલાતી કદી, ઘર મહીં દાખલ થયા, અંતે કબરમાં નીકળ્યા.હાથ-પગ બાંધી હવાના લઈ ગયા સ્મશાનમાં, સાચવેલા પ્રેમપત્રો બંધ ઘરમાં નીકળ્યા. - ધૂની માંડલિયા----------------------------------------------------------------------------- શહેરની પૂર્વ તરફે આવેલ નદીના ઢોળાવની પડખે ગીચ ઝૂંપડપટ્ટીની સ્લમ વસાહતમાં ભીખો રહેતો હતો. એને ભણવા માટે વસાહતથી થોડેક દૂર આવેલી મ્યુનિસિપલ શાળા માં ભણવા મૂક્યો તો ખરો - પણ તે પાંચમાં ધોરણમાં હતો તે સમયે, કોમી હુલ્લડ ફાટી નીકળ્યું ને તેના પિતા સવારે, ફાળવેલા વિસ્તારમાં સાફ-સફાઈ