(પાછલા ભાગમાં જોયું કે SANGET રીજનના ચેરમેન નું બહુ વિચિત્ર રીતે ખુન થઇ જાય છે. કોઈ અદ્રશ્ય શક્તિ તેમનું ખુન કરી દે છે .ડો હેલ્મ પાસે શ્રેયસ પાસેથી મળેલી જાણકારી હોય છે છતાં તે જાણકારી કોઈને આપવાની ના પડે છે હવે આગળ ) શ્રેયસે રાયનને કોલ કર્યો અને પૂછ્યું ક્યાં છે ? રાયને કહ્યું સાલા તું મારો કોઈ ભયંકર કેસ ચાલી રહ્યો હોય તે વખતેજ કેવી રીતે પ્રગટે છે . તું ઘરે આવ ડ્રિન્ક લઈશું . રાયનના ઘરે પહોંચીને શ્રેયસ તેને મળે છે . લગભગ એક વરસ પછી મળેલા દોસ્તો એકબીજાને ગળે મળે છે ત્યારે શ્રેયસ કહે છે ભાઈ