ડેવિલ રિટર્ન-2.0 - 14

(285)
  • 5.5k
  • 14
  • 3.1k

ડેવિલ રિટર્ન-2.0 14 અર્જુન અને એની ટીમ ઉપર જે હુમલો થયો હતો એ વાતને બે દિવસ વીતી ગયાં હતાં.. વધુ ઘવાયેલાં છ કોન્સ્ટેબલ સિવાય બાકીનાં બધાં પોલીસકર્મીઓએ શહેરમાં અત્યારે જે પરિસ્થિતિ હતી એને ધ્યાને રાખી હોસ્પિટલમાંથી રજા લઈ લીધી હતી. ફાધર વિલિયમનાં કહ્યાં મુજબ છેલ્લાં બે દિવસથી કોઈ જાતનાં હુમલાની ઘટના તો બની નહોતી છતાં અર્જુનનાં મનમાં એક ગજબની અકળામણ તો હતી જ. હુમલાનાં બે દિવસ પછી સાંજનાં સમયે અર્જુન પોતાની કેબિનમાં નાયક અને જાની સાથે બેઠો-બેઠો ચર્ચા કરી રહ્યો હતો. હવે અર્જુને જીપમાં બેસીને જ ડ્યુટી કરવાનું નક્કી કર્યું હતું. આ માટે દરેક જીપમાં ભારે માત્રામાં લસણ અને હોલી